ગૌરીશંકર જોષી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી 'ધૂમકેતુ' ઉપનામથી જાણીતા
અને ગુજરાતી સાહિત્યમાં ટૂંકીવાર્તા (નવલિકા)ના સર્જક એવા ગૌરીશંકર જોષીનો જન્મ 12
ડિસેમ્બર,
1892ના રોજ રાજકોટ
જીલ્લાનાં વી૨પુર ખાતે થયો હતો.
તેમનું પુરું નામ ગૌરીશંકર
ગોવર્ધનરામ જોષી હતું.
તેમણે લેખનકાર્યની શરૂઆત
ધૂમકેતુ ઉપનામે કુમા૨પાળ, સિદ્ધરાજ જયસિંહ વગેરે નવલકથા દ્વારા કરી હતી.
તેમણે મૌર્યયુગ, ગુપ્તયુગ અને
ગુજરાતના સોલંકી વંશના શાસકોને ઘ્યાનમાં રાખીને નવલકથા લખી છે.
ધૂમકેતુએ ટૂંકી વાર્તાને 'તણખો' કહ્યો છે.
તેમની 'તણખો−1'
વાર્તાસંગ્રહે
તેમને ખૂબ જ ખ્યાતિ અપાવી.
ત્યારબાદ તો તેમણે તણખો-1,2,3,4
એમ ચાર ભાગમાં
અનેક ઉત્તમ વાર્તાઓ લખી છે.
તેમણે ગોંડલની એક પોસ્ટઓફિસ
૫૨થી લખેલી તેમની અમ૨કૃતિ 'પોસ્ટઓફિસ' કે જેમાં પુત્રીના પત્રની
પ્રતીક્ષામાં દ૨રોજ સવારે પોસ્ટઓફિસે જઈ બેસતા અલી ડોસાના વાત્સલ્યનું સુંદર રીતે નિરૂપણ ક૨વામાં આવ્યું
છે.
ઉમાશંક૨ જોષીએ તેમને
ગુજરાતી સાહિત્યના 'અનસ્ત ધૂમકેતુ' કહ્યા તો સ્નેહરશ્મિએ ટૂંકીવાર્તાના આધુનિક
સ્વરૂપના સર્જક કહ્યા છે.
વર્ષ 1935માં તેમને
૨ણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત ક૨વામાં આવ્યો પણ તેમણે ૫૨ત કરી દીધો હતો.
વર્ષ 1953માં તેમને
નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
તેઓ વર્ષ 1957-58માં દિલ્હી
સાહિત્ય અકાદમીમાં ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડના સભ્ય પણ બન્યા હતા.
તેમનું નિધન 11 માર્ચ, 1965ના રોજ થયું હતુ.
સાહિત્ય સર્જન:
નવલિકા:
તણખા મંડળ (ભાગ:
1થી4), આકાશદીપ,
મંગલદીપ,
અનામિકા,
વિનિપાત,
પોસ્ટ ઑફિસ,
ભૈયાદાદા,
પૃથ્વી અને
સ્વર્ગ, ગોવિંદનું ખેતર,
નવલકથા:
ચૌલાદેવી, અવંતીનાથ, જીવનનાં ખંડેર, જીવનચક્ર, પગદંડી, જીવનવિચારણા,
નાટકો:
એકલવ્ય અને
બીજા નાટકો, ઠંડી ક્રુરતા અને બીજા નાટકો, પડઘા, બધાય ધર્મ એક
(વાર્તા), ભીખુ (ગધ–સંવેદનકથા), જુમો ભિસ્તી (ગધ–બોધકથા)

Post a Comment